યાર્ન અને FDY યાર્નમાં કુત્રિમ ભાવવધારા બાબત ફોગવા ના વિરોધ

સુરતઃ નાયલોન યાર્ન અને FDY યાર્નના ઉત્પાદકો દ્વારા કાર્ટેલ રચીને વેચાણ બંધ કરીને કુત્રિમ ભાવવધારો કરવાની કોશિશ કરી રહ્યા છે. તે બાબતે છેલ્લા સાત દિવસથી યાર્નનું વેચાણ બંધ કરી દીધેલ છે. નાયલોન યાર્નના ઉત્પાદકો દ્વારા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસટ્રીઝ જે રીતે બાનમાં લઇને લુંટવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને ફોગવા( FOGWA )કડક રીતે વિરોધ કરે છે. આવી રીતે વિવર્સને બાનમાં લેવાની કોઈપણ પ્રવૃત્તિને ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન કયારેય સાંખી લેશે નહિ.

ફોગવા પ્રમુખ અશોકભાઈ જીરાવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફોગવા સમગ્ર વિવિંગ ઇન્ડસટ્રીઝનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં નાયલોન, વિસ્કોસ અને MMF યાર્નનો ઉપયોગ કરતા તમામ વિવર્સની ચિંતા ફોગવા કરે છે માટે યાર્ન ઉત્પાદકોને જણાવવાનું કે વિવર્સ અને યાર્ન ઉત્પાદક કંપનીઓ એક જ સાંકળની બે કડી છે અને એક કડી દ્વારા બીજી કડીને બાનમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ જેથી ટેક્સટાઇલ ઇન્ડસટ્રીઝનું પ્રોડકશન સુચારુ રૂપે ચાલી શકે એવી આશા રાખું છું. અન્યથા અમારે પણ કડક પગલા લેવાની ફરજ પડશે. ફોગવા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ વિનંતી છે કે કાર્ટેલ રચીને ઉદ્યોગને ડામાડોળ કરવાનો પ્રયત્ન કરતી કંપની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.

પ્રમુખ,

અશોકભાઈ જીરાવાલા
ફોગવા