ટેક્સટાઈલ ઉદ્યોગ માટે અંદાજપત્રમાં ૨૦૦૦ કરોડની રકમ ફાળવણી બાબત ….

ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસીએશન દ્વારા અતિશય આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે વર્ષ ૨૦૨૪-૨૫ ના ૧૬૦૦ કરોડની ફાળવણી સામે ૨૫% જેટલો નોંધપાત્ર વધારો કરીને નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રમાં ૨૦૦૦ કરોડ જેટલી રકમની ફાળવણી કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ. રાજ્યની સરકાર MSMEઉદ્યોગ માટે ખુબજ સક્રિય અને સંવેદનશીલ બનીને યોગ્ય નિર્ણય કરી રહી છે જે આવકારદાયક છે. રાજ્ય સરકારના આ પગલાની અસર વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા તેમજ અગ્રેસર ગુજરાતના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરવા તરફ લઇ જનારું નીવડશે તથા આપના સ્વપ્ન દ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૫ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સાર્થક કરવામાં સહાયરૂપ બનશે એવી લાગણી વ્યક્ત કરીને આપ શ્રી ને ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસીએશન દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.

પ્રમુખ શ્રી

અશોકભાઈ જીરાવાલા
ફોગવા