લાયન્સ ક્લબ લિંબાયત સુરત (S.E.Z.) સાઉથ ઈસ્ટ ઝોન દ્વારા નિઃશુલ્ક I.V.F. કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

I.V.F. ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ડૉ. મંગલા રવિન્દ્ર પાટીલના માર્ગદર્શન હેઠળ કાર્ય સફળ

શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ નિમિત્તે લાયન્સ ક્લબ લિંબાયત સુરત (S.E.Z.) સાઉથ ઈસ્ટ ઝોન દ્વારા Bhavna Nursing Home & General Hospital ખાતે 19મી ફેબ્રુઆરી 2025 ના રોજ નિઃશુલ્ક I.V.F. ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પ I.V.F. ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ડૉ. મંગલા રવિન્દ્ર પાટીલ અને I.V.F. & ફર્ટિલિટી નિષ્ણાત ડૉ. દીપ ગાજીવાલા ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી અને નિઃશુલ્ક કન્સલ્ટેશન તથા માર્ગદર્શન મેળવ્યું.

આ કેમ્પનું સફળ આયોજન લાયન ડૉ. રવિન્દ્ર પાટીલ (માજી ડેપ્યુટી મેયર), લાયન ડૉ. ભાવના પાટીલ, લાયન ડૉ. નીલેશ પાટીલ, લાયન ડૉ. નિખિલ પાટીલ, લાયન ડૉ. પૂનમ પાટીલ, લાયન ડૉ. આરુષી પાટીલ અને લાયન ડૉ. યશસ્વી પાટીલ સહિતની ટિમના સહયોગથી સંભવ બન્યું.

Bhavna Nursing Home ના તજજ્ઞ ડોક્ટરો અને Lions International ની ટીમના સક્રિય પ્રયત્નોથી આ કેમ્પ ખૂબ જ સફળ રહ્યો. लाभાર્થીઓએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો અને આવા સેવાકીય કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવા સંકલ્પ લેવાયો.