ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ

*બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત
*શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત*
*શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ*
*શ્રી અન્નપૂર્ણા ધામ, પાલ, સુરત*
*શ્રી સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ*

*પ્રેસ નોટ*

*ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ઉજવણી માટે બ્રહ્મસમાજ ના વિવિઘ પેટા જ્ઞાતિઓ ના અગ્રણીઓ ની સંકલન મિટિંગ યોજાઇ, 2100થી વધુ બ્રાહ્મણો શોભાયાત્રામાં જોડાશે*

આવનાર તા.૧૦/૦૫/૨૪ ને શુક્રવારે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ સુરતમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તે પ્રકારનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં પરશુરામ જયંતિના દિવસે સવારે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે બાદમાં સાંજે ભજન સંધ્યા નો કાર્યક્રમ કરવામાં આવશે.

આ શોભાયાત્રા અને ભજન સંઘ્યાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરતમાં વસતા બ્રહ્મસમાજના વિવિઘ પેટા જ્ઞાતિઓના અગ્રણીઓની વિશેષ સંકલન મિટિંગ શ્રી અન્નપૂર્ણા ધામ, પાલ, સુરત ખાતે રાખવામાં આવી હતી.જેમાં દરેક જ્ઞાતિ સમાજના ૧૦૦થી વધુ અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતાં.જેમાં આ સંકલન મિટિંગની શરૂઆતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના પ્રમુખ શ્રી જયદીપ ઘનશ્યામ ત્રિવેદીએ ઉપસ્થિત સૌનુ સ્વાગત કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કર્યું હતું. ત્યાર બાદ બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત ના ઉપપ્રમુખ અને શ્રી અન્નપૂર્ણા ધામના મુખ્ય ટ્રસ્ટી, ભામાશા, શ્રી નિતિનભાઈ મહેતાએ આ જન્મોત્સવ ધૂમધામ, રંગેચંગેથી કેવી રીતે ઊજવવો તેનું ઉપસ્થિત સૌ બ્રહ્મ સમાજના આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જન્મોત્સવની ઉજવણીમાં જે કઈ જરૂર હોય તે સાથ આપવાની ખાત્રી આપી હતી.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભગવાન પરશુરામના જન્મોત્સવની વિશેષ ઉજવણીને સફળ બનાવવા સુરતમાં વસતા વિવિધ બ્રહ્મ સમાજ જ્ઞાતિના આગેવાનોને એકત્ર કરી આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર 10 મેના રોજ પરશુરામ જયંતિની ઉજવણીને લઇ સુરતના ગુજરાત ગેસ સર્કલ ખાતેથી સવારે 7:30 કલાકે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન નક્કી કર્યું છે. ગુજરાત ગેસ સર્કલથી આનંદમહાલ રોડ થઈ મહાલક્ષ્મી મંદિરથી ગંગેશ્વર મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી અંદાજે ત્રણ કિલોમીટરની શોભા યાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં સમગ્ર શહેરમાંથી 2100થી વધુ બ્રાહ્મણો પરંપરાગત વેશમાં હાજર રહેશે. જ્યારે શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ સુરતનાં પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન શુકલએ મહિલા મંડળની બહેનો ઘ્વારા આ શોભાયાત્રામાં ભવ્ય રામ દરબારની ઝાંખી બનાવવામાં આવશે અને 300 બહેનો બાંધણીની સાડી પહેરીને શોભાયાત્રા આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

વધુમાં જયદીપભાઇએ જણાવ્યું હતું કે શોભાયાત્રામાં એક બગી રાખવા આવશે.આ બગીમાં ભગવાન પરશુરામની વિશાળ પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે. અને ડીજેના ભક્તિમય સંગીત સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્રણ કિલોમીટરની ભગવાન પરશુરામની શોભાયાત્રામાં 15 થી વધુ જગ્યાઓ પર બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે.પરશુરામ ગાર્ડન અડાજણ ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

જયદીપભાઇએ જન્મ જયંતીના ઉજવણીના ઉપલક્ષ વધુમાં જણાવ્યું હતું કે સવારે શોભાયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની યુવા પાંખ દ્વારા પરશુરામ ગાર્ડન ખાતે જ સાંજે સાત કલાકે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેમાં સુરતમાં વસતા બ્રહ્મ યુવા સંગીત કલાકારો ભવ્ય ભજન સંધ્યા કરવામાં આવશે.ત્યારે ભગવાન પરશુરામની જન્મદિનની ઉજવણીના આ કાર્યક્રમને સુરતના સૌ બ્રહ્મ જ્ઞાતિના અગ્રણીઓ મિટિંગમાં એકત્ર થઈને સફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે સહયોગ આપવાની ખાત્રી આપી હતી.

સંપર્ક સૂત્ર –
જયદીપ ઘનશ્યામ ત્રિવેદી 9825148249
પ્રમુખ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત
મંત્રી, બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત